જામનગર શહેરમાં સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધીના માર્ગ પર ફોરલેન એલીવેટેડ ફલાઇઓવર બનાવવાનો કામ આગામી સમયમાં શરૂ થનાર છે. જેને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાના કમિશ્ર્નર દ્વારા સલામતીના ભાગ રૂપે તથા અકસ્માત નિવારવાના હેતુથી તા. 2/8/2021 થી તા.31/1/2023 સુધી જામનગર શહેરના સાતરસ્તા સર્કલથી ગુરૂદ્વારા ચોકડી સુધીના માર્ગ પર ભારે વાહનો તથા એસટી બસ/ પ્રાઇવેટ બસ માટે બંધ રાખવા જાહેરનામું બહાર પાડયું છે.
ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે બંધ રસ્તા :-
(1) સાત રસ્તા સર્કલ (JADA બિલ્ડીંગ) થી ગુરૂદ્વારા ચોકડી સુધી જવાના માર્ગ ભારે વાહનો તથા એસ.ટી.બસ / પ્રાઇવેટ બસ માટે બંધ રહેશે.
(2)હાલે, ગુરૂદ્વારા ચોકડી થી સાત રસ્તા સર્કલ તરફ જતા ડાબી બાજુ તરફનો ટ્રાફિક માર્ગ તથા જમણી બાજુ(વાલ્કેશ્વરી સોસાયટી)નો ટ્રાફિક માર્ગ પર ભારે વાહનો તથા એસ.ટી. બસ/પ્રાઇવેટ બસ માટે બંધ રહેશે તથા તે માર્ગ પર ટુવ્હિલ/ફોરવ્હિલ/નાના વાહનો માટે ચાલુ રહેશે.
ઉપરોક્ત ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા :-
(1) જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે ડાયવર્ઝન રોડ ગૌરવ પથ રોડ પર થી ટાઉન હોલ થઇ બેડી ગેઇટથી કાશી વિશ્વનાથ પર થઇ રોડ થઈ સુભાષ બ્રીજ થી રાજકોટ રોડ તરફ જઈ શકશે.
(2) રાજકોટ રોડ સુભાષ બ્રીજ પાસેથી જામનગર શહેર માં આવતા ભારે વાહનો તથા પ્રાઇવેટ બસ માટે સુભાષ બ્રીજ થી ત્રણ દરવાજા થી બેડીગેઈટ થી ટાઉન હોલ થી ગૌરવ પથ રોડ પર થઇ સાત રસ્તા સર્કલ થી ઓશવાળ સેન્ટર રોડ પર થઇ દિગ્ગજામ સર્કલ સુધી જઈ શકશે.
(3) જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે મીગ કોલોની થી ગૌરવ પથ રોડ પરથી ટાઉન હોલ થઇ બેડી ગેઇટથી કાશી વિશ્વનાથ રોડ પર થઈ સુભાષ બ્રીજથી રાજકોટ તરફ જઈ શકશે.
(4) રાજકોટ રોડ સુભાષ બ્રીજ પાસેથી જામનગર શહેર માં આવતા ભારે વાહનો માટે સુભાષ બ્રીજ થી ત્રણ દરવાજા થી બેડીગેઈટથી ટાઉન હોલથી ગૌરવ પથથી મીગ કોલોનીથી સુમેર ક્લબ રોડ તરફ જઈ શકશે.
(5) જામનગર શહેર માંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે સુમેર ક્લબ રોડ થી ઓશવાળ હોસ્પિટલથી દિગ્વિજય પ્લોટ મેઈન રોડ થી પવનચક્કી સર્કલ થી લાલપુર બાયપાસ ચોકડી તરફ થી જઈ શકશે.
(6) રાજકોટ રોડ પરથી જામનગર શહેર માં આવતા વાહનો માટે લાલપુર બાયપાસ ચોકડી તરફથી પવનચક્કી સર્કલથી દિગ્વિજય પ્લોટ મેઈન રોડથી સુમેર ક્લબ સેક તરફે જઈ શકશે.