ગુજરાતમાં ભારે વરસાદના પરિણામે અનેક જગ્યાઓ પર નાનું મોટું નુકશાન સર્જાયુ છે. જામનગર જીલ્લામાં ગઈકાલના રોજ ભારે વરસાદના પરિણામે કાલાવડ તાલુકાના છતર ગામની નદીમાં એક JCB મશીન તણાયું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે હવે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે હિટાચી મશીન નદીના પ્રવાહમાં તણાયું છે.
નર્મદા નદી કિનારે ઝઘડિયાના ટોઠીદરા ગામે એક હિટાચી મશીન દ્વારા નદીમાં ખનન થઈ રહ્યું હતું. અને નદીના પ્રવાહમાં હિટાચી મશીન તણાયું હતું. ત્યારે પૂનમની ભરતીના કારણે એકાએક જળ પ્રવાહ વધતા હીટાચી મશીન નદીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યું હતું.જેનો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.