Thursday, December 26, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કૃષિમંત્રીની સમીક્ષા બેઠક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કૃષિમંત્રીની સમીક્ષા બેઠક

રાજયમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા જિલ્લામાં પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

- Advertisement -

મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરી હોસ્પિટલોમાં બેડ વધારવાની સાથે દર્દીઓ માટે ઓક્સિજનની સપ્લાય વધારવાની સાથે પૂરતો દવાનો જથ્થો મળે તે માટે પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. કોરોના સામે સામૂહિક લડત કરવાની છે અને તેમાં લોકો, પદાધિકારીઓ, સંસ્થાઓ સૌનો સહયોગ મળી રહ્યો છે. તેમણે જિલ્લામાં સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા લેવાયેલા પગલાની જાણકારી મેળવી રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કેટલીક નવી વ્યવસ્થાઓ અને સુવિધાઓ વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પદાધિકારીઓને જણાવ્યું હતું કે ગામમાં કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેને આઇસોલેટ કરવાની કામગીરીમાં સ્થાનિક આરોગ્ય તંત્ર અને પદાધિકારીઓ સાથે મળીને કામ કરે. હળવા લક્ષણોવાળા દર્દીને ઘરે આઇસોલેટ થવાની વ્યવસ્થા ન હોય તો સંસ્થાઓના કે તંત્રના સહયોગથી ચાલતા કોવિડ કેર સેન્ટરમાં તેને માટે વ્યવસ્થા થાય તે અંગે કામગીરી કરવા જણાવ્યું હતું જેથી પરિવારના અન્ય સભ્યો સંક્રમિત ન થાય તે પણ જરૂરી છે.

કોરોના સંક્રમણને કાબુમાં લેવા હાથ ધરાયેલા પગલા અંગેની મિટિંગની શરૂઆતમાં જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. સુતારીયાએ જિલ્‍લામાં કોરોનાની પરિસ્‍થિતિની વિગતવાર માહિતી આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોઝીટીવ કૂલ કેસ 2080, ડીસ્‍ચાર્જ 1495, છેલ્‍લા 15 દિવસના એવરેજ કેસ 35 છે. જિલ્‍લમાં 15 ધન્‍વંતરી રથ દ્વારા દરરોજ 24 ગામડા કવર કરી 116 જેવી ઓપીડી કરવામાં આવે છે. દૈનિક ટેસ્‍ટ-1400, આર.ટી.પી.સી.આર. કલેકશન સેન્‍ટર 46, આર.એ.ટી. કલેકશન સેન્‍ટર 97 આવેલા છે. તા. 29 એપ્રિલની સ્‍થિતિએ જિલ્‍લામાં કુલ 15 કોવિડ હોસ્‍પીટલમાં 656 બેડ, 262 ઓકસીજન બેડ, 33 વેન્ટિલેટર બેડ છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં 291 આઇસોલેસન્‍સ સેન્‍ટર 4715 બેડની સુવિધા સાથે ઉભા કરવાનું આયોજન છે. જેમાં આરોગ્‍ય, શિક્ષણ, આંગણવાડી, તલાટી વગેરેનો સહયોગ લેવામાં આવશે.

- Advertisement -

જિલ્‍લામાં અત્‍યાર સુધીમાં હેલ્‍થવર્કર, ફ્રન્‍ટલાઇન કર્મચારી, 60 વર્ષ ઉપરના તેમજ 45 થી 60 વર્ષ સુધીના કુલ 108587 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં અન્‍ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, જિલ્‍લા ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, જિલ્લા અગ્રણી વી.ડી. મોરી, પી.એસ. જાડેજા, જિ.પં. આરોગ્‍ય સમિતિના ચેરમેન નથુભાઇ ચાવડા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, જનરલ હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. હરીશ મટાણી તેમજ તાલુકાના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular