જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા 6 માસથી દુર્ગંધયુકત પાણીનું વિતરણ થતું હોય રહેવાસીઓમાં ભારે રોષ છવાયો છે. આ અંગે તંત્રને રજુઆત કરતા જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના ઇજનેર વિસ્તારમાં પહોંચી ગયા હતાં. અને આ અંગે લોકોની સમસ્યા જાણી હતી.
જામનગર શહેરના પોષ વિસ્તાર પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા 6 માસથી પીવાના પાણીમાં નળ વાટે દુષીત અને દુર્ગંધયુકત પાણીનું વિતરણ થતું હોવાના આક્રોશ સાથે સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે. જેના પારીણામે રોગચાળાનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. પાણીનો રંગ કાળો અને દુર્ગંધ મારતો હોવાથી તેનો ઉપયોગ કરવો સ્થાનિકો માટે મુશ્કેલ બની ગયો છે. હાલ સ્થાનિકો વેચાતું પાણી લઇ પી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ અંગે અનેક વખત રજૂઆતો સ્થાનિકોએ તંત્રને કરી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઇ ઉકેલ કરાતો ન હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. આ અંગે હજુ પણ રજુઆત કરવામાં આવશે. આ અંગે રહેવાસીઓએ જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખા એન્જીનીયરને રજૂઆત કરતા એન્જીનીયર વિસ્તારમાં પહોંચ્યા હતાં અને લોકોને સાંભળ્યા હતાં.
View this post on Instagram


