Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પશુઓને ઇયર ટેગિંગ કરાવવા અનુરોધ

જામનગર જિલ્લામાં પશુઓને ઇયર ટેગિંગ કરાવવા અનુરોધ

જિલ્લામાં અત્યાર સુધીમાં 1.15 લાખ પશુઓનું ઇયર ટેગિંગ કરાયું

- Advertisement -

ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર ગાય, ભેંસ વર્ગના તમામ પશુઓને કાયમી ઓળખ (પશુ આધાર) આપવા માટે બારકોડેડ પ્લાસ્ટિક ઇયર ટેગ કાનમાં લગાવી આપવાનો ઇયર ટેગીંગ કાર્યક્રમ ઝુંબેશ સ્વરુપે તા. 31-7-21 સુધી પશુપાલન ખાતુ (ગુ.રા.), ગાંધીનગરના નેજા હેઠળ જામનગર જિલ્લામાં કાર્યક્રમ ચાલુ છે.

પોતાની માલિકીના તમામ પશુઓને બિનચૂક ઇયર ટેગીંગ કરાવવા જિલ્લા પશુપાલન અધિકારી જામનગર ડો. એ.સી. વિરાણી તરફથી અનુરોધ કરાયો છે. જિલ્લામાં કુલ આશરે 3 લાખ જેટલા મોટા પશુઓ પૈકી 1.15 લાખ પશુઓને પશુ આધાર ઇયર ટેગીંગ સ્વરુપે લગાવી આપવામાં આવેલ છે. બાકી રહેતા પશુઓના ઇયર ટેગીંગ માટે આપના ગામે તાલુકાની ટીમ આવે ત્યારે બિનચૂક ઇયર ટેગીંગ કરાવવા ખાસ અનુરોધ છે. વિશેષ જાણકારી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો.

સને 2020-21 દરમિયાન જામનગર જિલ્લામાં કુલ 137 કેમ્પોનું આયોજન કરવામાં આવેલ અને આશરે 1 લાખ પશુઓને સારવાર આપવામાં આવેલ છે. આ ઉપરાંત આશરે 3.38 લાખ નાના-મોટા પશુઓને રસિકરણ, 18,405 પશુઓને કૃત્રિમ બિજદાન, 60,000 પશુઓને કૃમિનાશક દવા વિનામૂલ્યે આપવામાં આવેલ છે તેમજ 36 પશુઓને ઇલે. ચાફકટર ખરીદી પેટે રૂા. 6.10 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત 18 પશુપાલકોને બકરા એકમ ખરીદી માટે 8.10 લાખ સહાય ચૂકવવામાં આવી છે.

વિશેષમાં વર્ષ 2021-22 દરમિયાન પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા બાબતે આઇ-ખેડૂત પોર્ટલ તા. 15-7-21 સુધી ખુલ્લુ રાખવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular