જામનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ 75માં પ્રજાસત્તાક પર્વની રંગા-રંગ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ તકે જામનગરના બન્ને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર સહિત સમગ્ર દેશભરમાં આજરોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં વોર્ડ નં.9, 13, 14ના ખૂણે ખંભાળિયા નાકા પાસે જામનગર મહાનગર પાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મેયર વિનોદભાઇ ખીમસુરિયાએ તિરંગો લહેરાવી સલામી આપી હતી. આ તકે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશભાઇ શિંગાળા, કમિશનર ડી.એન.મોદી, ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઇ, નાયબ કમિશનર સહિતના અધિકારીઓ ઉપરાંત કોર્પોરેટરો સુભાષભાઇ જોશી, અરવિંદભાઇ સભાયા, પાર્થભાઇ જેઠવા, મુકેશભાઇ માતંગ, ગોપાલભાઇ સોરઠિયા, બિનાબેન કોઠારી, સરોજબેન વિરાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા હતાં જેમાં બાળાઓએ દેશભક્તિના ગીત ઉપર કાર્યક્રમો રજૂ કર્યા હતાં.