Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતધો.12 સાયન્સના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 30343 માંથી માત્ર આટલા જ...

ધો.12 સાયન્સના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 30343 માંથી માત્ર આટલા જ વિદ્યાર્થીઓ પાસ થયા

- Advertisement -

ગુજરાતમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરતું રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે આજે રોજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. કુલ 30343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. એટલે કે 15.32% પરિણામ આવ્યું છે.

- Advertisement -

ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. જયારે શાળાઓ દ્વારા બાદમાં વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે. 12 સાયન્સના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે.

આ વર્ષે ધો,12 સાયન્સમાં રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100% પરિણામ આવ્યું હતું. ત્યારે રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર 15.32% જ પરિણામ આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular