પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત અને દેશના અગ્રણી જ્યોતિષાચાર્ય તરીકે જાણીતા ગણેશ્વર શાસ્ત્રી દ્રાવીડ ગુરુજી આજે જામનગરના મહેમાન બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વિશેષ આદર પ્રાપ્ત એવા ગુરુજીએ જામનગરમાં વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ લીધા હતા. જામનગરમા ટુંકા સમય માટે મહેમાન બન્યા.
બાલા હનુમાન મંદિરે ગુરુજીના આગમન સમયે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુજીએ મંદિરમાં દેશ-વિશ્વની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમના દર્શનમાટે સ્થાનિક આગેવાનો, ભક્તો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
જામનગર પ્રવાસ દરમિયાન ગણેશ્વર શાસ્ત્રી દ્રાવીડ ગુરુજી સાથે સંકળાયેલી ધાર્મિક અને આધ્યાત્મિક વાતચીતથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.


