Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરવિવારે કોરોનામાં રાહત, 3000 કેસ ઘટયાં

રવિવારે કોરોનામાં રાહત, 3000 કેસ ઘટયાં

- Advertisement -

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,178 નવા કેસ સામે આવ્યા છે. જો આગળાના એક દિવસ પહેલાની વાત કરવામાં આવે તો આપણને 10,112 નવા કેસ જોવા મળ્યા હતા. આજે આવેલા કોરોના કેસે આગળના દિવસની સરખામણીએ થોડા ઓછા છે. મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 65,683 છે, જે કુલ કેસના 0.15 ટકા છે. દૈનિક ચેપ દર 9.16 ટકા અને સાપ્તાહિક ચેપ દર 5.41 ટકા છે. ભારતમાં દર્દીઓના રીકવરી રેટ 98.67 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં લગભગ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 7,178 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4.48 કરોડ થઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular