Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની મહામારીમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોને હવે ફ્રી કોલિંગ અને રીચાર્જ મળશે

કોરોનાની મહામારીમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોને હવે ફ્રી કોલિંગ અને રીચાર્જ મળશે

- Advertisement -

રિલાયન્સ જીયોએ તેના ગ્રાહકો માટે એક નવી ઓફર લોન્ચ કરી છે. જેમાં ફ્રી કોલિંગ અને રીચાર્જની સુવિધાઓ મળશે. દેશમાં જ્યાં સુધી કોરોનાની મહામારી રહેશે ત્યાં સુધી ગ્રાહકોને ફ્રી કોલિંગની સુવિધા મળશે. જેમના પાસે રિલાયન્સ જિયોનો ફોન છે તેવા ગ્રાહકોને આ સુવિધા મળશે.

- Advertisement -

કંપનીએ કહ્યું છે કે ફ્રી ટોકટાઈમ સિવાય દરેક જિયો ફોનના પ્લાન રીચાર્જ કરાવવા પર  જિયો ફોનના યુઝર્સને રીચાર્જ કરાવ્યું હશે તે જ વેલ્યુનો ફ્રી પ્લાન મળશે. આ ઓફર વાર્ષિક પ્લાન ધરવતા ગ્રાહકોને લાગુ નહી પડે. ઉદાહરણ તરીકે, જો જિઓફોન વપરાશકર્તા 75 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરશે, તો તેને 75 રૂપિયાનો એક વધારાનો પ્લાન મફતમાં મળશે. જો કે, આ ઓફર વાર્ષિક અથવા જિયો ફોન ડિવાઇસની બંડલ યોજનામાં લાગુ નહી પડે.

કંપનીનું કહેવું છે કે રોગચાળાના આ તબક્કામાં જિયોએ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક વ્યક્તિ એક બીજા સાથે જોડાયેલા રહે. અને સમાજના નીચેના તબ્બકાના લોકોને પણ આ ઓફરનો લાભ મળી રહે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular