Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી 'વિકાસ વાટિકા' પુસ્તિકાનું વિમોચન

જામનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન

‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ 2023-24 દરમિયાન વિવિધ વિભાગો દ્વારા થયેલા વિકાસકાર્યો તેમજ ઇતિહાસ અને પ્રવાસન સ્થળો સહિતની માહિતીનો સમાવેશ

જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના હસ્તે જામનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા બુકનું ધન્વંતરિ ઓડિટોરીયમ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચન પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, કમિશનર ડી. એન. મોદી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.

- Advertisement -

જામનગર જિલ્લાની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાનો ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સરકારી યોજનાઓના લાભાર્થીઓના પ્રતિભાવો, જામનગરની આગવી ઓળખ સહિતનું તસ્વીરની ઝલક સાથે આલેખન કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular