Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતપ્રધાનમંત્રી મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ ગુજરાતી પુસ્તકનું વિમોચન

પ્રધાનમંત્રી મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ ગુજરાતી પુસ્તકનું વિમોચન

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરિયર્સ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન દ્વારા લખાયેલું આ પુસ્તક પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોર, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા, વાલીઓને સમર્પિત કર્યુ હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી 14 મી માર્ચથી શરૂ થનાર ધોરણ-10 તથા ધોરણ-12 (તમામ પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટે તથા તમામ રાજ્યોની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક-અધ્યાપકો અને તેમના વાલીઓને અત્યંત ઉપયોગી તેમજ પ્રકરણવાર 1 થી 34 નવા મંત્રો સાથેનું ‘એકઝામ વોરિયર્સ’ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રસપ્રદ શૈલીમાં રચાયું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular