જામનગર શહેરના પંચવટી સહિતના જુદા જુદા અનેક વિસ્તારોમાં રેંકડી ધારકો દ્વારા આડેધડ દબાણો કરવામાં આવ્યા છે. આ દબાણો હટાવવા માટે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે સવારે પંચવટી વિસ્તારમાંથી રેંકડીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.