રાજ્યમાં માં વરસાદ ખેંચાતા વાવેતર કરેલો પાક સુકાઈ જવાની ભીતી છે. પરંતુ હવે હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. અને 11જુલાઈથી વરસાદની એક્ટિવીટી વધી શકે છે.
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે જયારે તા.૧૧મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. ચાલુ વર્ષ સુધીમાં અંદાજીત 40.54 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 40.89 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે 8-9જુલાઈ સુધીમાં છુટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે રાજ્યભરમાં 11 જુલાઈથી વરસાદી સીસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ પડવાની શક્યતાઓ છે.
ત્યારે આજે રોજ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,39,772 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 41.84% છે. રાજયના 206 જળાશયોમાં 2,05,440 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 36.86% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-03 જળાશય, એલર્ટ ૫ર કુલ- 03 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ 05 જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 5 ટીમો રાજકોટ, વલસાડ, સુરત,નવસારી અને ગીરસોમનાથમાં ડીપ્લોય કરી દેવામાં આવી છે.