રિયલ એસ્ટેટ રેગ્યુલેટર રેરાએ છેલ્લા ચાર વર્ષમાં વિભિન્ન રાજયોમાંથી નોંધાયેલી 65 હજારથી વધુ ફરિયાદોનું નિવારણ કર્યું છે. મીડિયા સુત્રો અનુસાર, રેરાની આ ગતિવિધીથી ખરીદદારોનો રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં વિશ્ર્વાસ ફરી એક વાર વધ્યો છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલયના આંકડા અનુસાર, 24 એપ્રિલ, 2021 સુધી કુલ 65539 ફરિયાદો રેરાએ ઉકેલી છે. જેમાં ઉતરપ્રદેશમાં સૌથી વધુ 26510 ફરિયાદો ઉકેલાઇ છે.
ત્યારબાદ હરિયાણા 13269, મહારાષ્ટ્ર 9265 ફરિયાદો સાથે ક્રમશ: બીજા અને ત્રીજા ક્રમે છે. પ્રોપર્ટી ક્ધસલ્ટન્સી ફર્મ એનારોકના પ્રેસિડન્ટ અનુજ પુરીએ જણાવ્યું કે, રેરાએ મુખ્ય ઉદ્ેશ રિયલ એસ્ટેટના ગ્રાહકોની ફરિયાદોનુ સમાધાન કરવાનો હતો. એવામાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ફરિયાદોનું નિવારણ કરવુ પ્રશંસનીય છે.
રેરા અંતર્ગત દેશભરમાં રજીસ્ટર્ડ પ્રોજેકટની સંખ્યા સતત વધી રહી છે. 24 એપ્રિલ સુધીમાં 63583 પ્રોજેકટ રજી. થયા છે. જેમાં મહારાષ્ટ્રનો હિસ્સો 45 અને ગુજરાતનો હિસ્સો 13% છે. ગુજરાતમાં 8321 પ્રોજેકટ છે અને 2653 ફરિયાદોનું નિવારણ થયું છે.
ગુજરાતમાં ‘રેરા’ હેઠળ રજીસ્ટર્ડ પ્રોજેકટ સામેની 2653 ફરિયાદોનું નિવારણ
પ્રોજેકટની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે, ફરિયાદ નિવારણમાં ચોથા ક્રમે