હાલમાં IBPSબોર્ડ દ્વારા ગ્રામીણ બેન્કોમાં ભરતી માટેની જાહેરાત બહાર પડી છે. તેથી બેન્કની નોકરી મેળવવા માટેની આ ઉત્તમ તક છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ક્લાર્કની 94 અને ઓફિસરની 100 જગ્યાઓ ની ભરતી થવાની છે. સૌરાષ્ટ્ર ના વિદ્યાર્થીઓને બેંકની નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે.
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એ ભારત સરકાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની સંયુક્ત માલિકી ધરાવતી સંપૂર્ણ સરકારી શીડ્યુલ્ડ બેંક છે.બેંકનું સંચાલન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. માત્ર સૌરાષ્ટ્રમાં 256 શાખાઓ ધરાવતી આ એકમાત્ર સરકારી બેંક છે. જેની હેડ ઓફીસ રાજકોટમાં છે અને જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર તથા રાજકોટ એમ પાંચ રિજિયન ઓફીસ છે. આ બેન્કની શાખાઓ સૌરાષ્ટ્રના ગામડાઓમાં જ નહી પરંતુ મોટાભાગના તાલુકાઓ અને તમામ જિલ્લાઓમાં પણ છે. બેન્કનું પગાર ધોરણ પણ અન્ય સરકારી બેન્કોની જેમ જ છે. IBPSની વેબસાઈટ https://www.ibps.in/crp-rrb-xi/ ઉપર જઈને આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. ફોર્મ ભરવાની તાા 7.6.2022થી 27.6.2022 સુધીની છે. ફી પણ ઓનલાઈન જ ભરવાની છે. ઓગસ્ટમાં પ્રિલિમ પરીક્ષા અને સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં મેઈન પરીક્ષા યોજાશે. મેઈન પરીક્ષાના માર્ક મેરીટમાં ગણાશે. ક્લાર્ક માટે માત્ર મેઈનના મેરીટના આધારે જ નોકરી મળશે, ઈન્ટરવ્યુ હોતા નથી. ઓફિસર માટે મેઈન તથા ઇન્ટરવ્યુના માર્કનું મેરીટ બનશે. આ પરીક્ષા દેશની 43ગ્રામીણ બેન્કો માટે યોજાશેા સૌરાષ્ટ્રના કોઈપણ શાખાના ગ્રેજયુએટ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર ની સરકારી શીડ્યુલ બેંકમાં નોકરી માટેની આ ઉત્તમ તક છે.