ગુજરાત સ્ટેટ હેન્ડલુમ વિવર્સ કો ઓપરેટીવ ફેડરેશન (શાકોફ) અમદાવાદની તાજેતરમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બોર્ડ ઓફ ડીરેકટરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બોર્ડ ઓફ ડિરેકટરમાં ચેરમેન તરીકે પ્રહલાદ પરમાર તથા વાઈસ ચેરમેન તરીકે લાલજીભાઈ સોલંકી અને સેક્રેટરી તરીકે વિનુભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે. વાઈસ ચેરમેન પદે લાલજીભાઈ સોલંકીની વરણી થતા સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટરસમાં આનંદની લાગણી વ્યાપી છે. આ ઉપરાંત ડીરેકટર તરીકે કૈલાસબેન પાટીલ, મગનભાઈ સિંધવ, વિનોદચંદ્ર રાઠોડ, રાજેશભાઈ પરમાર, રમેશભાઈ ગાંગોડા, લલિતભાઈ પરમાર, ગૌતમભાઈ મારુ, ગુલાબભાઈ સોલંકી, પરષોતમભાઈ વણકર, રાજકીરણ ધાન્કા, ભાઈલાલભાઈ શેખ, માવજીભાઈ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, અમરતભાઈ વણકર, જગદીશચંદ્ર પરમાર, કાંતિભાઈ મકવાણા, પુરૂષોતમભાઇ સુશીલ, જેઠાભાઈ ચૌહાણ, સામળભાઈ સુતરીયા, પ્રજ્ઞેશભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ સોલંકી, શારદાબેન સોલંકી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમદાવાદની વરણી કરવામાં આવી છે.