મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી. દ્વારા તા. 20-01-2024ના રોજ બપોરે 12 થી 2 કલાક દરમ્યાન ટુરિસ્ટ ઇન્ફોર્મેશન બ્યુરો , ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી, કોસ્મો કોમ્પલેક્ષ ,પ્રથમ માળ ઓફીસ નંબર -122 ,મહિલા કોલેજ ચોક ,કાલાવડ રોડ અન્ડર બ્રીજ નજીક , રાજકોટ ખાતે એપ્રેન્ટિસ માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર એરપોર્ટ ખાતે ટી.આર.સી.ની (tactical route coordinator) નોકરી માટે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન કરેલ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે. જેમાં અનુક્રમે રૂ.12000 અને રૂ.14000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.