Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરગુજરાત-ગુવાહાટી હાઈકોર્ટમાં આઠ જજોના નામોની ભલામણ

ગુજરાત-ગુવાહાટી હાઈકોર્ટમાં આઠ જજોના નામોની ભલામણ

- Advertisement -

ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટમાં જજના રૂપમાં નિમણૂક માટે પાંચ ન્યાયિક અધિકારીઓ અને બે વકીલોના નામની ભલામણ કરી છે. આ ઉપરાંત ગુવાહાટી હાઈકોર્ટમાં જજના રુપમાં નિમણૂક માટે વરિષ્ઠ વકીલ કરકદ અટેના નામની ભલામણ કરી છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં 8 જજોની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફના કોલેજિયમની ભલામણમાં બે વકીલો અને પાંચ નીચલી કોર્ટના ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કોલેજિયમની બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે એડવોકેટ દેવાન મહેન્દ્રભાઈ દેસાઈ અને મોક્ષા કિરણ ઠક્કરને જજ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે બઢતી માટે ભલામણ કરાયેલા પાંચ ન્યાયિક અધિકારીઓમાં સુસાન વી પિન્ટો, હંસમુખ ભાઈ ડી સુતાર, જિતેન્દ્ર ચંપક લાલ દોશી, મંગેશ આર માંગડે અને દિવ્યેશકુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે.

કોલેજિયમના એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું જેની ભલામણ કરવામાં આવી છે તે અનુભવી ન્યાયિક અધિકારીઓ છે. ગુજરાત હાઈકોર્ટ કોલેજિયમના સપ્ટેમ્બર 2022ના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ અને બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના પ્રસ્તાવના આધારે બધી ભલામણ સર્વસંમતિથી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ભલામણ સાથે સંમત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular