જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ એટલે કે, વર્ષ 2021-22ના વર્ષનો મિલકત વેરા તથા વોટર ચાર્જની રકમ ઉ5ર વળતરની રિબેટ યોજના જાહેર કરી છે. જે તા.17/05/2021 થી 30/06/2021 સુધી જાહેર કરવામાં આવી છે. આ રિબેટ યોજના અંતર્ગત અલગ અલગ કેટેગરીમાં આવતાં કરદાતાઓને 10%થી 25% સુધીનું વળતર મળશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડિબેટ યોજના જાહેર કરાઇ છે. જે અંતર્ગત સામાન્ય કરદાતાઓ (એડવાન્સ ટેકસ 10% રીબેટ), સીનીયર સીટીઝન (એડવાન્સ ટેકસ 10%+ વધારાનું 5%: 15% રીબેટ), શારિરીક ખોડખાપણ ધરાવતી વ્યકિતઓ(એડવાન્સ ટેકસ 10%+ વધારાનું 5%: 15% રીબેટ), બી.પી.એલ.કાર્ડધારક વિધવાઓ (એડવાન્સ ટેકસ 10%+ વધારાનું 5%: 15% રીબેટ), ક્ધયા છાત્રાલાયને કરવેરામાં રાહત (એડવાન્સ ટેકસ 10%+ વધારાનું 15%: 25% રીબેટ), માજી સૈનિકોને કરવેરામાં રાહત (એડવાન્સ ટેકસ 10%+ વધારાનું 15%: 25% રીબેટ), સ્વાતંત્ર્ય સેનાનીઓઅને શહીદોની વિધવાઓને કરવેરામાં રીબેટ(એડવાન્સ ટેકસ 10%+ વધારાનું 15%: 25% રીબેટ), અનાથશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને કરવેરરામાં રીબેટ(એડવાન્સ ટેકસ 10%+ વધારાનું 15%: 25% રીબેટ),ઓનલાઇન ટેકસ ભરનારને 2% ડીસ્કાઉન્ટ(વધુમાં વધુ રૂા.250) મંજૂર કરાયું છે.
આ રીબેટ યોજનાનો લાભ જે કરદાતાઓએ અગાઉનાં તમામ પ્રકારનાં વેરા ભરપાઇ કરેલ હશે તેવા કરદાતાઓને જ લાભ આપવામાં આવશે.
મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકા, મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય (સરૂ સેકશન, રણજીત તથા ગુલાબનગર) સીટી સીવીક સેન્ટરો, જામનગર શહેરમાંઆવેલી એચ.ડી.એફ.સી.બેંક, નવાનગર કો-ઓપ. બેંક, આઇ.ડી.બી.આઇ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓ, મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર ઓનલાઇન પણ સ્વીકારવામાં આવશે.