Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆરબીઆઇએ કહ્યું ભારતીય બેંકો તંદુરસ્ત, ચિંતાનું કારણ નથી

આરબીઆઇએ કહ્યું ભારતીય બેંકો તંદુરસ્ત, ચિંતાનું કારણ નથી

- Advertisement -

હિડનબર્ગના અહેવાલને પગલે ભારતીય શેરબજારમાં મચેલી ઉથલપાથલ તેમજ અદાણી ગુ્રપની કંપનીઓના શેરમાં હાહાકારી, કડાકાઓ વચ્ચે રોકાણકારોમાં વધતી જતી ચિંતાઓ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું રાહતભર્યું નિવેદન સામે આવ્યું છે. આરબીઆઇએ નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતીય બેંકો તંદૂરસ્ત છે અને ચિંતાનું કોઇ કારણ નથી. આરબીઆઇ લોન ધારકો પર સતત નજર રાખી રહી છે. તેમજ હાલના મૂલ્યાંકન અનુસાર ભારતનું બેંકિંગ ક્ષેત્ર સ્થિત બની રહ્યું છે. તેમજ બેંકોની સં5ત્તિ સારી સ્થિતિમાં છે. આરબીઆઇએ જણાવ્યું કે, તેમની પાસે મોટી લોન સંબંધિત સૂચનાઓ એકત્ર કરવા માટે કેન્દ્રિય ડેટા બેઇઝ પ્રણાલી છે. જે મુજબ વધારે લોનની જાણકારી આરબીઆઇને પ્રાપ્ત બને છે. આરબીઆઇ સતત ભારતીય બેકિંગ ક્ષેત્રની સ્થિરતાની દેખરેખ કરે છે. તેમજ ધિરાણ અંગે કડક તકેદારી પણ રાખી રહી છે.

- Advertisement -

આ અગાઉ નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પણ કહયું હતું કે, ભારતની બેકિંગ સિસ્ટમ ખૂબજ મજબૂત છે અને સમગ્ર બેંકિંગ ક્ષેત્ર ખૂબજ સારી સ્થિતિમાં છે. તેમણે એમ પણ કહ્યું કે, અદાણી ગુ્રપમાં બેંકોનું જે એકસપોઝર છે. તે નફામાં છે. બીજી તરફ એસબીઆઇના દિનેશ ખરાએ પણ જણાવ્યું છે કે, અદાણી ગુ્રપમાં એસબીઆઇનું એકસપોઝર 27,000 કરોડ છે. જે એસબીઆઇની કુલ લોનના માત્ર 0.8 ટકા જેટલું જ થવા જાય છે. ધિરાણ સામે બેંક પાસે મજબૂત અસ્કયામતો ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular