રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરંટ એકાઉન્ટના નિયમોમાં ઢીલ આપી છે. રિઝર્વ બેંકના નવા નિયમો હેઠળ હવે એવા ઉધાર લેનારાઓના પણ કરંટ એકાઉન્ટ ખોલી શકાશે જેમણે બેંકીંગ સીસ્ટમ પાસેથી કેશ ક્રેડોટ (સીસી) અથવા ઓવરડ્ડરાફટ (ઓડી) દ્વારા સુવિધા લીધેલી છે. જો કે આના માટે શરત એ છે કે આ ત્રણ પ કરોડ રૂપિયાથી ઓછું હોવું જોઇએ. રિઝર્વ બેંકે ઇન્ડિયન બેંક એસોસીએશન અને અન્ય સ્ટેક હોલ્ડરો પાસેથી મળેલ સૂચનો પછી નિયમોમાં આ ફેરફાર કર્યો છે. આ પહેલા રિઝર્વ બેંકે લોનમાં છેતરપિડોના કેસો ઘટાડવા માટે ઓગસ્ટ 2020માં કરંટ ખાતાના નિયમો કડક બનાવી દીધા હતા. જેના હેઠળ બેંકોને બીજી બેંકોમાંથી લોન લીધેલી હોય તેવા ગ્રાહકોના કરંટ એકાઉન્ટ ખોલવાની મનાઇ કરી હતી.
રિઝર્વ બેંકે શુક્રવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે એવો નિર્ણય લેવાયો છે કે બેંક એવા કરજદારોના કરંટ એકાઉન્ટ ખોલી શકે છે જેમણે બેંકીંગ સીસ્ટમમાંથી એટલે કે બીજી બેંકોમાંથી કેશ ક્રેડીટ/ઓવરડ્ડાફટના રૂપમાં મળતી લોન સુવિધાઓનો લાભ લીધો હોય. જે કરજદારોએ પ કરોડથી ઓછી લોન લીધી છે. તેમના માટે કરંટ એકાઉન્ટ ખોલવા પર અથવા બેંકો દ્વારા સીસી/ઓડી સુવિધાની જોગવાઇ પર કોઇ પ્રતિબંધ નથી. જોકે આના માટે કરજદારે બેંકને અંડરટેકીંગ આપવું પડશે કે જ્યારે પણ તેના ઉપર બેંકીંગ સીસ્ટમમાંથી લેવાયેલ કરજ પ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે થઇ જશે ત્યારે તે બેંકને જાણ કરશે.
RBIએ કરંટ એકાઉન્ટના નિયમોમાં ફરી કર્યો ફેરફાર
ઓવરડ્રાફટની સુવિધા લેનારા ગ્રાહકોને મળશે રાહત