Wednesday, January 1, 2025
Homeરાષ્ટ્રીયઆરબીઆઇએ 4 વર્ષમાં 178 ટન સોનું ખરીદ્યું

આરબીઆઇએ 4 વર્ષમાં 178 ટન સોનું ખરીદ્યું

- Advertisement -

1991માં જયારે ભારત પાસે આયાત માટે વિદેશી મુદ્રા નહોતી ત્યારે ભારત 2.2 બિલિયન ડોલર કરજ લેવા માટે પોતાનું 67 ટન સોનુ ગિરવે રાખવુ પડયું હતું. તત્કાલીન સરકારે આ નિર્ણય લેવો પડયો હતો, પણ હવે સિનારીયો બદલી ગયો છે. ભારતે ગિરવી રાખેલુ સોનુ છોડાવ્યું એટલું જ નહીં આજે દુનિયાના કુલ રિઝર્વ (અનામત)નું 8 ટકા સોનુ આરબીઆઈ પાસે છે. ભારતે છેલ્લા 4 વર્ષમાં 178 ટન સોનુ ખરીદી લીધું છે.

- Advertisement -

કોરોના મહામારીને લઈને વૈશ્વિક આર્થિક અનિશ્ર્ચિતતા અને પછી વધતી મોંઘવારી દરમિયાન ભારતીય રિઝર્વ બેન્કે સોનાની જોરદાર ખરીદી કરી છે, માત્ર ત્રણ વર્ષમાં આરબીઆઈના ગોલ્ડ રિઝર્વમાં 79 ટકા ઉછાળો આવ્યો છે. આ સમયગાળામાં દુનિયાની બધી સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 137 ટનથી વધુ સોનાની ખરીદી કર્યા બાદ સોનાના રિઝર્વના મામલામાં દુનિયાની બધી સેન્ટ્રલ બેન્કોમાં આરબીઆઈ આઠમા નંબરે પહોંચી છે. માર્ચ 2020માં આરબીઆઈના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાના રિઝર્વનો ભાગ 6 ટકા હતો જે વધીને 7.85 ટકાની નજીક પહોંચી ચૂકયો છે. આરબીઆઈ પાસે સાનાનું રિઝર્વ વધીને 790 ટનથી વધુ થઈ ચૂકયું છે.

માર્ચ 2019 સુધી આરબીઆઈ પાસે કુલ 612.56 ટન, માર્ચ 2020માં 653 ટન, માર્ચ 2021માં 695.31 ટન, માર્ચ 2022માં કુલ 760.42 ટન સોનુ રિઝર્વ હતું અને હવે તે 790 ટનથી વધુ થઈ ચૂકયું છે. મતલબ કે એક વર્ષમાં આરબીઆઈએ 30 ટનથી વધુ સોનાની ખરીદી કરી છે અને છેલ્લા 4 વર્ષમાં આરબીઆઈએ 178 ટન સોનાની ખરીદી કરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ અનુસાર દુનિયાભરની બધી સેન્ટ્રલ બેન્ક આર્થિક ઉઠક પટકને ધ્યાનમાં રાખીને સોનાની ખરીદીમાં લાગ્યા રહ્યા તો આરબીઆઈ પણ તેમાં પાછળ નથી રહી. 2022માં દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ 1136 ટન સોનાની ખરીદી કરી છે જે 1967 બાદ સૌથી વધુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular