ગત નાણાંકિય વર્ષમાં સતત 6 વખત વ્યાજદર વધારનાર આરબીઆઇએ નવા નાણાંકિય વર્ષની પ્રથમ બેઠકમાં વ્યાજદરમાં નવો વધારો કરવાનું ટાળ્યું છે. આરબીઆઇના ગવર્નર શશીકાન્ત દાસાએ આજે બેન્ક પોલિસીમાં એલાન કરતાં રેપોરેટ 6.50 ટકાના દરે યથાવત રાખવાનું જાહેર કર્યુ હતું. આરબીઆઇના આ નિર્ણયથી લોન ધારકોને થોડી રાહત મળી છે. લોનધારકોના ઇએમઆઇમાં હાલ તૂર્ત કોઇ વધારો થશે નહીં. છેલ્લા બે મહિનાથી રિટેલ ફુગાવાનો દર આરબીઆઇના નિર્ધારિત 6 ટકાના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. જેને કારણે આ વખતે પણ આરબીઆઇ વ્યાજદરમાં રપ બેઝિસ પોઇન્ટનો વધારો કરશે તેવી સંભાવનાઓ બજારમાં જોવાઇ રહી હતી પરંતુ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ હાલ તૂર્ત વ્યાજદર વધારાને બ્રેક લગાવી છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસની પ્રેસ કોન્ફરન્સમાં MPC મિટિંગ બાદ માહિતી આપી હતી. આરબીઆઇ ની મોનેટરી પોલિસી કમિટીએ આ વખતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ ફરીથી રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. જોકે, રિઝર્વ બેંકે આવું કર્યું નથી. એમપીસીની બેઠકની વિગતો અને તે દરમિયાન લેવાયેલા નિર્ણયો વિશે વાત કરતા ગવર્નર શક્તિકાંત દાસે અંગે વાત કહી હતી. છેલ્લા નાણાકીય વર્ષમાં, રેપો રેટમાં 6 વખત 2.50% નો વધારો કરવામાં આવ્યો હતો. દર બે મહિને નાણાકીય નીતિની બેઠક યોજાય છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારબાદ આરબીઆઈએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2 અને 3 મેના રોજ, આરબીઆઈએ ઈમરજન્સી મીટિંગ બોલાવી અને રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો. રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે. આ પછી, 6 થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં, રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.
સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થઈ ગયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યા હતા.