Saturday, December 28, 2024
Homeરાજ્યરાશનકાર્ડના દુકાનદારો સરકારી કાર્યક્રમોનો ‘ખર્ચ’ પૂરો પાડે છે !!

રાશનકાર્ડના દુકાનદારો સરકારી કાર્યક્રમોનો ‘ખર્ચ’ પૂરો પાડે છે !!

રાજકોટમાં પ્રધાનમંત્રીના ભાઇ પ્રહલાદ મોદીનો ધડાકો : નરેન્દ્રભાઇને પણ આ ખબર છે : રાજકોટના કલેકટર સામે પ્રહલાદ મોદીની સટાસટી

- Advertisement -

રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજના વેપારીઓનું સોફટવેર કૌભાંડ બહાર આવ્યાબાદ ગુરૂવારે રાજકોટમાં વેપારીઓ વતી આવેદનપત્ર આપવા આવેલા ગુજરાત ફેરપ્રાઈજ શોપ એસો.ના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ સરકારની પોલ ખોલી નાખી હતી અને સસ્તા અનાજના વેપારીઓ મજબુરીવશ ખોટુ કરી રહ્યાનું જણાવી તેમનો બચાવ પણ કર્યો હતો.

કલેકટરને આવેદન આપતી વખતે પ્રહલાદ મોદીએ જણાવેલ કે તમને ક્રાઈમબ્રાંચે જે પાંચ વેપારીઓનું લીસ્ટ આપ્યુ છે તેની જ તપાસ કરોને, મડદા ઉભા શું કામ કરો છો? દુકાનદારો 5-10 ટકા ખોટુ કરે છે તે આજે હું તમને પણ કહું છું. ભુતકાળમાં પણ કહેતો હતો અને ભવિષ્યમાં પણ કહીશ. આ વાતની વડાપ્રધાન મોદીને ખબર છે, મુખ્યમંત્રી રૂપાણીને પણ ખબર છે અને આજે તમને ય કહુ છું.

પ્રહલાદ મોદીએ કલેકટરને મોઢામોઢ એવું ચોપડાવી દીધેલ કે તમારા જે સરકારી કાર્યક્રમો થાય છે તેનો ખર્ચ સસ્તા અનાજવાળા જ પૂરો પાડે છે. પછી ખોટુ ન કરે તો શું કરે ?

નાના વેપારીઓ સામે તપાસ કરવાના બદલે બનાસકાંઠાના બે હજારગણી અને પંચમહાલના પાંચ હજાર ગુણી અનાજ કૌભાંડની તપાસ કેમ કરતા નથી ? સીબીઆઈ તપાસ કરો અને મોટામાથા હોય તેને સજા કરો. નાના વેપારીઓને કમિશન ઓછુ મળે છે તેથી ખોટુ કરવા પ્રેરાય છે તેમ પ્રહલાદ મોદીએ જિલ્લા કલેકટરને જણાવ્યું હતું.

પ્રહલાદ મોદીએ કલેકટર સમક્ષ આ સટાસટી બોલાવી ત્યારે સસ્તા અનાજના પાંચેક વેપારીઓ ઉપરાંત પત્રકારો પણ ત્યાં હાજર હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular