Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારલાલપુર તાલુકાના રાસંગપર ગામે ખાણખનીજ વિભાગને બાતમી આપવાના પ્રશ્ને ખેડૂતને ધમકી

લાલપુર તાલુકાના રાસંગપર ગામે ખાણખનીજ વિભાગને બાતમી આપવાના પ્રશ્ને ખેડૂતને ધમકી

ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

લાલપુર તાલુકાના રાસંગપર ગામે ખાણ ખનીજ વિભાગને બાતમી આપવાના પ્રશ્નને લઇ ત્રણ શખ્સો દ્વારા ખેડૂતને ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના રાસંગપર ગામે રહેતા અને ખેતીકામ કરતા મહિપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા જેસાભાઈ દેસુરભાઇ વિરુધ્ધ ખાણખનિજ અધિકારીને ખનીજ ખનન થતું હોવાની અરજી કરી જે બાબતનો ખાર રાખી વજશીભાઈ દેવશીભાઈ આહિર તથા દેવાયત ઉર્ફે ટપુ અને જેશાભાઈ દેસુરભાઈ દ્વારા પંકજભાઈને માર મારી તેમજ તેમનું જીજે-10-ડીડી-7715 નંબરનું મોટરસાઈકલને નુકસાની પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહિપાલસિંહ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular