સમગ્ર હાલારમાં વડાપ્રધાનના આગમનની નૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારીઓના હેડ કવાર્ટર ખાતે રેપિડ ટેસ્ટ કરાવાયા હતાં. દેવભૂમિ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલારની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે જામનગર ખાતે રાત્રી રોકાણ તેમજ તા. 25ના દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કામોના ખાત મુર્હુત પ્રસંગે આવતા પ્રધાનમંત્રીની સુરક્ષાને લઇને જામનગરમાં બંદોબસ્ત અને તૈયારી ચાલી રહી છે. જેના પગલે જામનગર પોલીસ દ્વારા આજરોજ હેડ કવાર્ટર ખાતે રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ અધિકારીઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતાં. આમ, જામનગરમાં સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક ના રહે તેની તકેદારી રાખીને પુરતી તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં જી.જી. હોસ્પિટલના ડોકટરોની ટીમ તેમજ પોલીસની તમામ ટીમો દ્વારા કામગીરી ચાલી રહી છે.