જામનગર શહેરના વોર્ડ નં. 2માં રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ રામેશ્ર્વર મહાદેવ મંદિરે આજરોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વોર્ડ નં. 5ના કોર્પોરેટર કિશનભાઇ માડમ દ્વારા સવારે 10થી 12 દરમિયાન રામેશ્ર્વર મહાદેવ મંદિરે શ્રીરામ ધૂન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નં. 5ના કોર્પોરેટર કિશનભાઇ માડમ, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ માડમ, મંદિરના પૂજારી તેમજ આ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને રામધૂન સાથે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી.