Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલોહાણા મહાજન વાડીમાં શ્રી રામ મંદિરે સાદગીપૂર્વક રામનવમી ઉજવાઇ

લોહાણા મહાજન વાડીમાં શ્રી રામ મંદિરે સાદગીપૂર્વક રામનવમી ઉજવાઇ

શ્રી રામજન્મોત્સવ સમિતિ જામનગર દ્વારા દરવર્ષે ચૈત્રસુદ નોમને રામનવમીના પાવન પર્વ નિમિત્તે રઘુવંશી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ મોટા કાર્યક્રમો તેમજ સમુહ ભોજન રદ્ કરી સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે લોહાણા મહાજન વાડીમાં આવેલ શ્રી રામ મંદિરમાં આજે બપોરે સાદગીપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજારી દ્વારા શાસ્ત્રોક્તવિધિથી પૂજા કરાવવામાં આવી હતી. કોરોનાને ધ્યાને લઇ ભક્તજનો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું અને સાદગીપૂર્વક ધાર્મિકવિધિ કરી રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ પણ ઉપસ્થિત રહી ધાર્મિકવિધિનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular