Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરબાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચાર સંદર્ભે જામનગરમાં રેલીરૂપે આવેદન

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચાર સંદર્ભે જામનગરમાં રેલીરૂપે આવેદન

હિન્દુ એકતા સમિતિ-જામનગર દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારોના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

- Advertisement -

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. મંદિરો અને ઘરો પર હુમલા થઇ રહ્યા છે. ત્યારે આ અત્યાચારોના પડઘા ભારતમાં પડી રહ્યા છે. સમગ્ર હિન્દુ સમાજ એક થઇને આ ઘટનાનો વિરોધ કરી રહી છે. ત્યારે જામનગરમાં પણ હિન્દુ એકતા સમિતિ-જામનગર દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારોના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થઇ રહ્યાં છે. મૂર્તિઓ તોડીફોડીને તેનું અપમાન થઇ રહ્યું છે. મંદિરમાં પૂજાના સમયે આક્રમણો થઇ રહ્યાં છે. હિન્દુ સમુદાયના ઘરો પર હુમલા થઇ રહ્યા છે. તેમની ઘરવખતરી તોડી-ફોડી રહ્યાં છે. સંપત્તિ લૂંટી રહ્યા છે. હિન્દુની હત્યા થઇ રહી છે અને ર્ધ પરિવર્તન માટે હિન્દુઓ પર દબાણ થઇ રહ્યું છે. હિન્દુ બહેનો-દિકરીઓની સુરક્ષા જોખમાઇ રહી છે. ત્યારે બાંગ્લાદેશ સરકાર આ ઘટનાને રોકવા માટે અસક્ષમ બની રહી છે અને પીડીતોને ન્યાય નથી મળી રહ્યો.

ત્યારે ભાર સરકાર આ મુદ્ાઓને ધ્યાને લઇને બાંગ્લાદેશ સરકારને એક મજબૂત અવાજમાં સંદેશો મોકલે અને આ બાંગ્લાદેશની સરકાર હિન્દુઓ વિરુધ્ધના અત્યાચારોને રોકવા તેમજ દોષિતોને સામે કાર્યવાહી કરવા માટે આગળ આવે તેવો દબાવ બાંગ્લાદેશની સરકાર પર કરે જેથી હિન્દુ ભાઇઓ-બહેનોની સુરક્ષા સુનશ્ર્ચિત થાય અને સંતશ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તુરંત મુક્ત કરે તેવી આશા વ્યક્ત કરીને બાંગ્લાદેશી હિન્દુઓની રક્ષા માટે આવશ્યક પગલાં ઉઠાવવા હિન્દુ એકતા સમિતિ-જામનગર દ્વારા મૌન રેલી યોજાઇ હતી અને વિશાળ સંખ્યામાં હિન્દુ ભાઇઓ-બહેનોએ વિવિધ પોસ્ટરો દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરીને આ રેલીમાં જોડાયા હતાં તેમજ હિન્દુ એકતા સમિતિના કમિટી મેમ્બર્સે કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ ઘટના અંગે જરુરી પગલાં લેવા રજૂઆત કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular