Thursday, March 12, 2026
Homeરાજ્યજામનગરરાજકોટ રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાય એકશન મોડમાં - VIDEO

રાજકોટ રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાય એકશન મોડમાં – VIDEO

જામનગર શહેર-જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને ગુનાખોરી અટકાવવા ટ્રાફિક ડ્રાઇવ : શહેરના પવનચકકી સહિતના વિસ્તારોમાં કડક ચેકિંગ

રાજકોટ રેન્જ આઇ.જી. તરીકે હાલમાં જ નિયુક્ત થયેલા નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળ્યા બાદ એકશનમાં આવી ગયા છે. રેન્જ આઇજી દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને ગુનાખોરી ડામવા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં કાળી ફિલ્મો લગાડનાર, ફેન્સી નંબરપ્લેટ લગાડેલા વાહનો, નંબરપ્લેટ વગરના વાહનો સહિતના ગુનાઓ સંદર્ભે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

ગુજરાતમાં 37 આઇ.પી.એસ અધિકારીની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ રેન્જના આઇ.જી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના નવનિયુક્ત આઇજી નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળતાની સાથે જ પૂરા એક્શન મોડમાં આવી ગયા છે. રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમકે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, રાજકોટ ગ્રામ્ય વિભાગના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર, સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને દેવભૂમિ-દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયવીરસિંહ વાળા સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પાંચેય જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુના નિયંત્રણ અને ખાસ કરીને દરિયાકાંઠાની સુરક્ષા તેમજ ઔધોગિક વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહે અને કર્મચારીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપી હતી.

- Advertisement -

જ્યારે, નવનિયુત રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ની સૂચના થી જામનગર શહેર/જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને “ટ્રાફિક ડ્રાઇવ” કરવાનો હુકમ આપલે હતો. ત્યારે, ડ્રાઇવમાં દરમ્યાન નંબર પ્લેટ વગર ના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ “ટ્રાફિક નાઇટ” દરમ્યાન સમગ્ર જીલ્લા તેમજ શહેર ના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સંખ્યાબંધ લોકો પાસેથી ઓનલાઇન દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular