Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરરાજકોટ રેંજ આઇજી દ્વારા જામનગર પોલીસ હેડકવાર્ટરમાં ગ્રાઉન્ડનું નિરીક્ષણ

રાજકોટ રેંજ આઇજી દ્વારા જામનગર પોલીસ હેડકવાર્ટરમાં ગ્રાઉન્ડનું નિરીક્ષણ

પોલીસ ભરતી પ્રક્રિયાને શારીરિક કસોટી યોજાશે : જિલ્લા પોલીસવડા સહિતના ઉપસ્થિત રહ્યા

- Advertisement -

રાજકોટ રેંજ આઈજી દ્વારા જામનગરમાં પોલીસ ફીઝીકલ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને રેંજ આઈજીને સમગ્ર માહિતીઓ રજુ કરી હતી.

- Advertisement -

રાજકોટ રેંજ આઇજી અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતી પ્રક્રિયા માટે જામનગર પોલીસ હેડકવાર્ટરનું ગ્રાઉન્ડ પણ ફાળવવામાં આવ્યું છે અને તે માટેની ત્ ચાલી રહી છે. જેમાં અંદાજે 2 મહિના દરમિયાન 80 હજારથી વધુ પોલીસ ભરતીના ઉમેદવારો માટે શારીરિક કસોટી યોજાશે. પ્રથમ દિવસે 600 થી 700 જેટલા ઉમેદવારો રહેશે. આ ભરતી પ્રક્રિયાના શારીરિક કસોટીને લઇ ગ્રાઉન્ડને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે રાજકોટ રેંજઆઈજી દ્વારા જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતેના ગ્રાઉન્ડની મુલાકાત કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ તકે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ફીઝીકલ ગ્રાઉન્ડ ઈન્ચાર્જ એસપી કોમલ વ્યાસ સહિતના અધિકારીઓ ઉ5સ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular