રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધાના વિજેતાઓને સોમવારે સન્માનીત કરવામાં આવશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીના રોજ રેલવેના 554 રેલવે સ્ટેશનોના પુન: વિકાસનો શિલાન્યાસ કરશે. આ તકે 5શ્ર્ચિમ રેલવેના રાજકોટ, જામનગર, દ્વારકા, ખંભાળિયા, ઓખા, હાપા, ભાટીયા, મોરબી, થાન, પડધરી, વાંકાનેર, કાનાલુસ સહીત 12 સ્ટેશનો પર 2047નું વિકસિત અને ભારતીય રેલવે થીમ પર નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ધો. 5થી 12ના 74 શાળાઓના 7945 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને તા. 26 ફેબ્રુઆરીના રાજકોટ ડિવિઝનના સ્થળો/સ્ટેશનોએ આયોજીત સ્થાનિક કાર્યક્રમમાં સન્માનીત કરાશે.