Thursday, March 26, 2026
Homeરાજ્યગુજરાતરાજકોટ ડિવિઝને પ્રથમ લોંગ-હોલ ‘મેગા ટ્રેન’ના સફળ સંચાલન સાથે મોટી સિદ્ધિ મેળવી

રાજકોટ ડિવિઝને પ્રથમ લોંગ-હોલ ‘મેગા ટ્રેન’ના સફળ સંચાલન સાથે મોટી સિદ્ધિ મેળવી

સિંગલ ક્રૂ ઓપરેશનથી ક્ષમતામાં વધારો, ખર્ચમાં ઘટાડો અને માલસામાનની હેરફેરની ગતિમાં વધારો થયો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન ધરાવતી આ ટ્રેનને બે માલગાડીઓને જોડીને એક સિંગલ લોંગ-હોલ ટ્રેન તરીકે તૈયાર કરવામાં આવી હતી. આ માલવાહક ક્ષમતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની દિશામાં એક મોટું પગલું છે. આ પ્રથમ લોંગ-હોલ “મેગા ટ્રેન” ના સંચાલનથી ડિવિઝનને અંદાજે ₹40 લાખની આવક પણ પ્રાપ્ત થઈ છે.

- Advertisement -

આ લોંગ-હોલ ટ્રેન 24 માર્ચના રોજ વિન્ડમિલ (જામનગર પાસે) થી અમદાવાદ ડિવિઝનના કટોસણ રોડ સુધી ચલાવવામાં આવી હતી, જેણે અંદાજે 306 કિમીનું અંતર 30.50 કિમી/કલાકની સરેરાશ ઝડપે કાપ્યું હતું. આ સફળ સંચાલન ડિવિઝનની તકનીકી ક્ષમતા, ઝીણવટભર્યું આયોજન અને અસરકારક આંતર-ડિવિઝનલ સંકલન દર્શાવે છે.

87 વેગનનું સંકલિત માળખું: લોંગ-હોલ ટ્રેનને બે માલગાડીઓ (રેક) ને એકસાથે જોડીને તૈયાર કરવામાં આવી હતી: પ્રથમ વિભાગ: 45 ક્ધટેનર વેગન દ્વિતીય વિભાગ: 42 કવર્ડ વેગન આ સંકલિત માળખાએ એક જ ફેરામાં વધુ જથ્થામાં માલસામાનના પરિવહનને સક્ષમ બનાવ્યું, જેનાથી ટ્રેન પાથ (Train Paths)ની જરૂરિયાત ઘટી અને સંપત્તિનો બહેતર ઉપયોગ સુનિશ્ચિત થયો.

- Advertisement -

લોંગ-હોલ ટ્રેન, જેના માટે સામાન્ય રીતે બે અલગ-અલગ માલગાડીઓ માટે બે ક્રૂની જરૂર પડે છે, તેને સમગ્ર મુસાફરી દરમિયાન માત્ર એક જ ક્રૂ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. આ ક્રૂનો શ્રેષ્ઠ ઉપયોગ, બહેતર ઓપરેશનલ કાર્યક્ષમતા અને અસરકારક સંસાધન વ્યવસ્થાપનનું પ્રમાણ છે.

લોંગ-હોલ માલગાડીઓના સંચાલનથી અનેક રેક માટે એક જ પાથનો ઉપયોગ કરીને લાઇન ક્ષમતામાં વધારો. થ્રુપુટ અને માલ વહન કરવાની ક્ષમતામાં વધારો. ઓછા સ્ટોપેજને કારણે ટ્રાન્ઝિટ ટાઈમ (Transit Time) માં ઘટાડો. ખર્ચ કાર્યક્ષમતા અને રેલ પરિવહનની સ્પર્ધાત્મકતામાં સુધારો. વધારે ક્રૂની જરૂરિયાત ઘટાડીને એક ક્રૂ સુધી મર્યાદિત કરી ક્રૂના ઉપયોગનું અનુકૂલન સહિતના લાભો થાય છે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક (DRM), ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે આ લોંગ-હોલ ‘મેગા ટ્રેન’ નું સફળ સંચાલન માલસામાનની હેરફેરની કાર્યક્ષમતામાં સુધારો કરવા પ્રત્યે ડિવિઝનની પ્રતિબદ્ધતા દર્શાવે છે તથા ભારતીય રેલવેના આધુનિકીકરણ અને દેશના આર્થિક વિકાસમાં તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular