છોટી કાશી ગણાતા જામનગરમાં હોળી બાદ આજે ધુળેટીનું પર્વ છે એક તરફ આજે ગ્રહણને લીધે આવતી કાલે લોકો ધુળેટી મેળવી રહ્યા છે ત્યારે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની આચાર્ય પીઠ 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનતવિભૂષિત કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરવામાં આવ્યા હતાં. અને ગ્રહણ હોવાના કારણે સવારે જ ફૂલડોલ ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો.
તેમાં ભક્તોને આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે ફુલ અને અબીલ ગુલાલ સહિતના પૂજ્ય દ્રવ્યો ઉપરાંત અતરથી અસત્ય પર સત્યના વિજયના વધામણા સ્વરૂપે અમીછાટણા કર્યા હતા. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતા.
View this post on Instagram


