જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુસાંઈજી પરમદયાલના અનુગ્રહથી પૂ.ગો.1008 વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણિ મહાકિવ પૂ.ગો.108 શ્રીહરિરાયજી મહારાજશ્રીના સુપૌત્ર તથા પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગઈકાલે તારીખ 28/11/24 ને ગુરૂવાર ના રોજ કલાતીત હોટલ ખાતે રાજસ્થાની સંગીત નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આજરોજ તારીખ 29/11/24 ના શહેરની મધ્યમાં આવેલી સાજી ોટલ ખાતે શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ રાત્રે 9:30 કલાકે યોજવામાં આવ્યો છે.
ત્યારે વૈષ્ણવોમાં ઉત્સાહ સમાતો નથી અને વૈષ્ણવોા શુભ આગમનથી પ્રસ્તાવની શોભામાં અધિક અભી વૃદ્ધિ થશે આ શુભ પ્રસંગ અંતર્ગત શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર motihavelijamnagar ફેસબુક પર મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર v.yuva.sangathan પરથી કરવામાં આવશે.
વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. 98242 97232 તથા 94283 15758 ઉપર સંપર્ક કરવો. બહારગામથી પધારેલા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આમંત્રિત મહેમાનો માટે તા. 4.12.24 ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે.
આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.