જામનગરની જી.જી.હોસ્પિટલ અવાર-નવાર કોઇને કોઇ સમસ્યાઓને લઇ ચર્ચામાં રહેતી હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઇ જતાં દર્દીઓને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં જૂના આઈસીયુ પાસે વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને તેના સંબંધીઓને મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ચાલવામાં પણ સમસ્યા થઈ રહી છે. વરસાદી પાણીમાંથી લોકોને તથા દર્દીઓને પસાર થઈને જવું પડે છે જેના કારણે પડી જવાની દહેશત પણ દર્દીઓમાં જોવા મળે છે. તંત્ર દ્વારા સાફ સફાઈ નહીં કરાતા દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ગંભીર ઈજાઓ પહોંચવાની દહેશતને કારણે દર્દીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.