Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરછેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લાનો વરસાદ

છેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લાનો વરસાદ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ગઇકાલે અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી હતી. જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જયારે લગભગ સમગ્ર શહેરમાં વિજળી પણ ગુલ થઇ ગઇ હતી. છેલ્લાં 24 કલાકમાં જામજોધપુરમાં 3 ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુર તથા કાલાવડમાં સવા ઇંચ તથા જોડિયામાં આઠ મીમી વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેર જિલ્લામાં ગઇકાલે ઘટાટોપ વાદળો છવાયાબાદ વરસાદના કારણે માર્ગો જળબંબાકાળ થયા હતાં તો ગ્રામ્ય પંથકોમાં નદીઓ બે કાઠેં થઇ હતી. જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસેલાં તોફાની વરસાદને કારણે માત્ર એક કલાક જેટલાં સમયમાં જ અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જામનગર જિલ્લાના જામજોધપુરમાં 3 ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુર તથા કાલાવડમાં સવા ઇંચ તથા જોડિયામાં આઠ મીમી વરસાદ વરસ્યો હતો.

છેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગર તાલુકાના લાખાબાવળમાં 28મીમી, મોટી બાણુગારમાં 35 મીમી, ફલ્લામાં 35 મીમી, જામવંથલીમાં 48 મીમી, ધૂતારપૂરમાં 56 મીમી, અલિયાબાડામાં 55 મીમી, દરેડમાં 40 મીમી, જોડિયા તાલુકાના હડિયાણામાં 16 મીમી, બાલંભામાં 20 મીમી, પિઠડમાં 30 મીમી, ધ્રોલ તાલુકાના લતિપુરમાં 7 મીમી, જાલિયાદેવાણીમાં 25 મીમી, લૈયારામાં 5 મીમી, કાલાવડ તાલુકાના નિકાવામાં 10 મીમી, ખરેડી અને મોટા વડાળામાં 20મીમી, ભલસાણ બેરાજામાં 80 મીમી, નવાગામમાં 30 મીમી, મોટાં પાંચદેવડામાં 50 મીમી, જામજોધપુર તાલુકાના સમાણામાં 35 મીમી, શેઠવડાળામાં 52 મીમી, જામવાડીમાં 53મીમી, વાસજાળીયામાં 53 મીમી, ધૂનડામાં 30મીમી, ધ્રાફામાં 60મીમી, પરડવા 58મીમી, લાલપુર તાલુકાના પિપરતોળામાં 74મીમી, પડાણામાં 17 મીમી, ભણગોરમાં 80 મીમી , મોટા ખડબામાં 33 મીમી, મોડપર 77 મીમી, ડબાસંગમાં 57 મીમી વરસાદ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular