હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પોણો ઇંચ પાણી વરસ્યુ હતું. જયારે જામનગર શહેરમાં તથા લાલપુરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જામનગર શહેર ઉપરાંત કાલાવડ તથા લાલપુર પંથકમાં સવારથી વાદળ છાયા વાતાવરણનો માહોલ છવાયો હતો. જામનગર શહેરમાં તથા લાલપુર પંથકમાં હળવા વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતાં. તો બીજી તરફ કાલાવડ તાલુકામાં સવારે 10 થી 12 દરમ્યાન પોણો ઇંચ પાણી વરસ્યું હતું. મેઘરાજાના વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન કરતાં લોકોમાં તથા ખડુતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.