Tuesday, December 3, 2024
Homeરાજ્યગુજરાતઅગામી બે દિવસ ગુજરાતના આ શહેરોમાં વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

અગામી બે દિવસ ગુજરાતના આ શહેરોમાં વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

- Advertisement -

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટવા લાગ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે દક્ષીણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે અને શનિવારે માવઠું થશે. દક્ષીણ ગુજરાત સિવાયના અન્ય વિસ્તારોમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.

- Advertisement -

હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જેને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. 18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળો ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે. વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતાઓ રહેશે.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular