Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં હળવા ઝાપટાંરૂપે મેઘવૃષ્ટિ અવિરત

દ્વારકા જિલ્લામાં હળવા ઝાપટાંરૂપે મેઘવૃષ્ટિ અવિરત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ગઈકાલથી માત્ર હળવા ઝાપટા જ વરસ્યા હતા. ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે સવારના એક ઈંચ વરસાદ બાદ ગઈકાલે સવારે 10 થી 12 દરમિયાન પોણો ઈંચ વરસાદ પછી પણ હળવા તથા ભારે ઝાપટાઓનો દૌર યથાવત રહ્યો હતો. આજે સવારે પણ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં હળવા ઝાપટા રૂપે વધુ ત્રણ મીલીમીટર પાણી પડી ગયું હતું. આમ, ગઈકાલે સવારે 10 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન એક ઈંચથી વધુ (31 મી.મી.) વરસાદ વરસી ગયો છે.

આ સાથે દ્વારકા તાલુકામાં ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 16 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે સવારે 10 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં સમયગાળામાં મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાણવડ તાલુકામાં ગઈકાલે બપોરે 12 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 મીલીમીટર પાણી વરસી ગયું હતું. આમ, હળવા ઝાપટાને બાદ કરતા છેલ્લા 24 કલાક દરમિયાન મહદ અંશે મેઘ વિરામ જેવી પરિસ્થિતિ રહી હતી. પરંતુ માર્ગો પાણીથી ખરડાઈ ગયેલા રહ્યા હતા.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં આજે સવારે ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમની સપાટી સાડા 16 ફૂટ ઉપર પહોંચી છે. ત્યારે ખંભાળિયા તાલુકાના મહત્વના એવા જામનગર રોડ ઉપર આવેલા સિંહણ ડેમની સપાટી વધીને 18 ફૂટ સુધી પહોંચી છે. આ મોટા જળાશયો એકાદ-બે મુશળધાર વરસાદમાં જ અવરફલો થઈ જશે. તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ખંભાળિયા તાલુકામાં 768 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 461 મી.મી., ભાણવડ તાલુકામાં 331 મી.મી. અને દ્વારકા તાલુકામાં 519 મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. આમ, જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 73 ટકા વરસી ચુક્યો છે. હાલ હળવા ઝાપટાને બાદ કરતા મેધ વિરામ જેવી પરિસ્થિતિ વચ્ચે ઉઘાડ નીકળતા પાક પાણીનું ચિત્ર ઉજળું જોવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular