Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં મેઘતાંડવ : છેલ્લાં 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘતાંડવ : છેલ્લાં 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો

આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી

સમગ્ર દેશમાં વસરાદી આફત વરસી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ મેઘતાંડવ જેવી સ્થિતિ છે. છેલ્લાં 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત વરસાદ નોંધાઈ રહ્યો છે. કયાંક અવિરત વરસાદ તો કયાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત બનાસકાંઠામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જ્યારે છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો રાત્રિના 10 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા મુજબ સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામમાં વરસાદ નોંધાયો છે.

- Advertisement -

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે બનાસકાંઠાના સુઇગામમાં 14.17 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર તો શાળાઓ બંધ જાહેર કરાઇ હતી. જ્યારે કચ્છમાં તમામ તાલુકાઓમાં ગતરાત્રિથી અત્યાર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાપર પાણી પાણી થઈ ગયું હોય તાલુકાના તળાવ અને ડેમ ઓવરફલો થયા છે. અનેક સોસાયટીમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. જ્યારે ભચાઉ – રાપર માર્ગ પર મેઘપર પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા હતાં. સાર્વત્રિક વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

- Advertisement -

બનાસકાંઠાના ભાભરમાં 8.62 અને થરાદમાં 7.83 તથા વાવ વિસ્તારમાં 7.8 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કચ્છમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે કચ્છના રાપરમાં રાત્રિના 10 વાગ્યાના આપેલા આંકડા પર નજર કરતા 9.25 ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. જ્યારે ઉલ્લેખનીય છે કે રાત્રિથી અત્યાર સુધી પણ ત્યાં અવિરત વરસાદ ચાલુ જ છે. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે તાપી, પાટણ, વલસાડના ગાંધીનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખેતરોમાં પણ પાણી ભરાયા છે. અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા છે. જ્યારે વરસાદી પાણી બનાસકાંઠાના વેપારીઓની દુકાનોમાં ભરાયા છે.

- Advertisement -

રાજ્યમાં સતત સાર્વત્રિક વરસાદને પગલે કુલ 546 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અનેક તુટી ગયા છે તો કયાંક ખાડા પડી ગયા છે. જ્યારે આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ખેડવા સૂચનો અપાયા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular