હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જવાના સંકેતો અપાયા છે. ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અમુક વિસ્તારોમાં ફરી એકવાર માવઠાનો રાઉન્ડ થશે શરૂ. ગુરૂવારે અમદાવાદ ખાતે ગાંધીનગર તેમજ શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ માવઠુ થવાની શકયતાઓ છે. આ વિસ્તારમાં કમોસમી વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. તેવી હવામાન ખાતે આગાહી કરી છે.
બુધવારના બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. ગુરૂવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં તેમજ શુક્રવારે ભરૂચ, સુરત, અમેરલી, ભાવનગર, ગીર, સોમનાથમાં હળવો વરસાદ રહેશે.
રાજ્યમાં ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા ઉનાળુ પાકોને નુકસાન થયું હતું. તેવામાં બીજીવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી થઈ છે. છેલ્લાં બે ત્રણ દિવસથી ઉનાળા જેવું વાતાવરણ નોર્મલ થતું દેખાઈ રહ્યું હતું પરંતુ પાછુ ફરી હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદની આગાહી છે. રાજયના અમુક જિલ્લામાં એવામાં ફરી ખેડૂતો પર ચિંતામાં વાદળો છવાયા છે.