બોલીવુડ અભિનેતા અને યુટુબર રાહુલ વ્હોરાનું કોરોનાના કારણે નિધન થયું છે. પરંતુ મરતા પહેલા એક્ટરે ફેસબુક પર એક પોસ્ટ શેયર કરી હતી જેમાં લખ્યું છે કે મને ટ્રીટમેન્ટ મળત તો હું પણ બચી જાત. જલ્દી જન્મ લઇશ અને સારા કાર્યો કરીશ. હવે હિંમત હારી ચુક્યો છું. આવી પોસ્ટ અપલોડ કર્યા બાદ તેનું નિધન થતાં સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ઓક્સિજનની કમીના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
રાહુલના નિધન બાદ તેની પત્નીએ સોશિયલ મીડિયામાં એક વિડીઓ શેયર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે છેલી ક્ષણોમાં રાહુલ ઓક્સિજન માટે તડપી રહ્યો હતો. વિડીયોમાં એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તે પણ જોઈ શકાય છે. વિડીઓમાં રાહુલ કહે છે કે તે ઓક્સિજન માસ્ક દેખાડી બોલી રહ્યો છે, આજના સમયે આની બહુ કિંમત છે. આના વગર દર્દી વલખાં મારવાં લાગે છે. એ પછી તેણે માસ્ક કાઢીને કહ્યું, આમાં કંઈ આવતું નથી. અટેન્ડન્ટને બૂમ પાડીએ તો તે દોઢ-દોઢ કલાક પછી આવે છે. માસ્કમાં ઓક્સિજન ના આવતાં મેં મદદ માટે અટેન્ડન્ટને કહ્યું તો તે એક મિનિટનું કહીને ગાયબ થઇ જાય છે.
તેની પત્ની જ્યોતિ તિવારીએ રાહુલના મૃત્યુ માટે સારવાર દરમિયાન થયેલી લાપરવાહીને જવાબદાર ગણાવી છે. તેણે રાહુલનો લાસ્ટ વીડિયો શેર કરીને લખ્યું, દરેક રાહુલને ન્યાય મળે. મારો રાહુલ તો જતો રહ્યો, આ બધાને ખબર છે પણ કેમ ગયો એ કોઈને ખબર નથી. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હી. અહીં આવી સારવાર થાય છે. આશા છે કે મારા પતિને ન્યાય મળે અને વધુ એક રાહુલે દુનિયા ના છોડવી પડે.