જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના 51માં જન્મદિવસ નિમિત્તે જામનગર શહેર તથા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ટાઉનહોલ ખાતે આવેલા શહેર કોંગ્રેસ કાર્યાલયે કોરોના વોરિયર્સના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, સહારાબેન મકવાણા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.