Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાહુલ ગાંધીને બે વર્ષની સજા

રાહુલ ગાંધીને બે વર્ષની સજા

‘બધા જ ચોરોની અટક મોદી કેમ હોય છે’?, બોલવું ભારે પડયું

- Advertisement -

સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ’મોદી’ અટક ધરાવતા વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જામીન આપવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધી આ કેસ લઈને હાઇકોર્ટમાં જશે એવું જાણવા મળ્યું છે.

- Advertisement -

કર્ણાટકના કોલાર ગામમાં 13 એપ્રિલ 2019ના દિવસે સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણીઓ થઈ અને આજે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે તે મંજૂર કર્યા હતા. રાહુલ સુરત કોર્ટમાંથી નીકળીને સર્કીટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular