Saturday, January 4, 2025
Homeરાષ્ટ્રીયરાહુલ ગાંધી દિલ્હીથી લખનઉ જવા રવાના

રાહુલ ગાંધી દિલ્હીથી લખનઉ જવા રવાના

તેઓએ લખીમપુર ખીરી જવાનું એલાન કર્યું છે

- Advertisement -

- Advertisement -

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના પુત્રની કારે ચાર ખેડૂતોને કચડી માર્યા છે. ત્રણ ઓકટોબરની આ ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. તમામ વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. લખીમપુર ખીરીની મુલાકાતે જઇ રહેલાં પ્રિયંકા ગાંધીની ધરપકડ અને ઉત્તરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવની ગઇકાલે મંગળવારે અટકાયત થઇ ચૂકી છે. ત્યાર પછી આજે બુધવારે સવારે રાહુલ ગાંધી લખીમપુર ખીરી પહોંચવાની જાહેરાત સાથે દિલ્હી થી લખનઉ તરફ રવાના થઇ ચૂકયા છે. તેઓની સાથે પંજાબના મુખ્યમંત્રી ચરનજીતસિંહ ચન્ની અને છતીસગઠના મુખ્યમંત્રી ભુપેશ બધેલ તેમજ રાજસ્થાનના સચિન પાયલટ સહિતના નેતાઓ આ પ્રવાસમાં જોડાયા છે. દરમિયાન દેશના પુર્વ કૃષિમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા તેમજ મહારાષ્ટ્રની રાજય સરકારના ભાગીદાર શરદ પવારે પણ નિવેદન આપી સૌ વિપક્ષની વાતમાં સુર પુરાવ્યો છે અને ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ વ્યકત કરી છે. પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી ચિદમ્બરમે કહ્યું છેકે, ઉત્તરપ્રદેશમાં કાયદાનું શાસન નથી.

લખીમપુર ખીરીનો 3 દિવસ પહેલાંનો આ બનાવ દેશભરમાં જંગલિયત મુદ્દે ચર્ચામાં છે. ખેડૂતો પર પાછળથી જે રીતે ક્રૂરતાપૂર્વક વાહન ચડાવી હત્યાઓ નિપજાવવામાં આવી છે. તે બનાવે સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે અને યોગી સરકાર તથા કેન્દ્ર સરકારને બચાવની સ્થિતિમાં મુકી દીધી છે. ખેડૂતોના નેતા રાકેશ ટીકૈત દ્વારા આ ક્રૂર બનાવની ટીકા કરવામાં આવી નથી. ટીકૈતએ ગોળ ગોળ નિવેદન આપ્યું છે અને સમગ્ર ઘટનાથી ચોકકસ અંતર જાળવવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular