કાલાવડ અને ધ્રોલ તાલુકાના સરકારી દવાખાનામાં ઓક્સિજન ક્ધટ્રટેશન માટે ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા રૂા. 13.50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
કોરોના મહામારીને પહોંચી વળવા કાલાવડ તથા ધ્રોલ તાલુકાના પીએચસી અને સીએચસી સેન્ટર ખાતે ઓક્સિજન ક્ધસેન્ટ્રેટર (મેડીકલ ઇક્યૂપમેન્ટ) માટે રાઘવજી પટેલએ ધારાસભ્ય તરીકેની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી રૂા. 13.50 લાખ ફાળવેલ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપયોગી થઇ તેમજ માનવ જિંદગીને બચાવવા માટે કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, મોટાવડાળા, મોટા પાંચદેવડા, નવાગામ, ભલસાણ બેરાજા, તમામ પીએચસી સેન્ટરને 2 ઓક્સિજન ક્ધસેન્ટ્રેટર (બે જોડાણવાળ) તેમજ કાલાવડ સીએચસી સેન્ટરને 4 ઓક્સિજન ક્ધસેન્ટ્રેટર (બે જોડાણવાળા) અને ધ્રોલ તાલુકાના લૈયારા પીએચસી સેન્ટરને 2 ઓક્સિજન ક્ધસેન્ટ્રેટર (બે જોડાણવાળા) ઓક્સિજન ક્ધસેન્ટ્રેટર માટે રૂા. 13.50 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.