પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ગઈ કાલે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પછી અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. હાલ અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારા થયો છે. આજે સવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે, એકાદ દિવસમાં રજા અપાશે. તેમજ આજે તબીબોની પેનલ સાથે મુખ્યપ્રધાન ચર્ચા કરશે. તે બાદ યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટીન જાહેર કરાશે. ગઈકાલે માતાની ખબર પુછવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ યુ. એન મહેતા હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા.