દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લામાં મુખ્ય મથક એવા જામ ખંભાળિયા – જામનગર અને દ્વારકા શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબીની મંજૂર ભરેલી અને ખાલી જગ્યાઓ સંબંધમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા વિધાનસભામાં પ્રશ્નો પૂછી જાણવા માંગેલ હતું કે, તા.31/12/2020ની સ્થિતિ એ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જિલ્લાવાર સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મંજૂર મહેકમ કેટલું છે ? આ પૈકી બન્ને જિલ્લામાં જિલ્લાવાર કયા પ્રકારના નિષ્ણાંત તબીબોની કેટલી જગ્યા ભરાયેલી અને કેટલી જગ્યા ખાલી છે ? ઉકત ખાલી રહેલ જગ્યાઓ કયા સુધીમાં ભરવામાં આવશે ?
ઉપરોકત ધારાસભ્યના પ્રશ્ર્નોના જવાબમાં સરકારમાં આવી બાબતોનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય) દ્વારા વિધાનસભામાં જવાબમાં જણાવવામાં આવેલ છે કે, તા.31/12/2020 ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જિલ્લાવાર સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મંજૂર મહેકમમાં દ્વારકા જિલ્લામાં 27 તથા જામનગરમાં 1 મળી કુલ 28 નું મહેકમ મંજૂર થયું છે.
તેમજ નિષ્ણાંત તબીબોની ભરાયેલ જગ્યા અંગે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં કુલ 22 જગ્યાઓ મંજૂર થઈ છે. જેમાંથી આઠ જગ્યાઓ ભરેલી છે અને 14 જગ્યાઓ ખાલી છે તથા સરકારી હોસ્પિટલ-દ્વારકામાં પાંચ જગ્યા મંજૂર થઈ છે અને તે પાંચ જગ્યાઓ ખાલી છે. નિમણૂંક પામેલ ઉમેદવારો દ્વારા નિમણૂંકોનો અસ્વિકાર, રાજીનામા તથા વય નિવૃત્તિના કારણે જગ્યાઓ ખાલી રહે છે. ડોકટરોની ખાલી જગ્યાઓ ખાલી રહે છે. ડોકટરોની ખાલી જગ્યાઓ, લાયકાત ધરાવતા ડોકટરો ઉપલબ્ધ થયેથી તુરંત જ ભરવામાં આવે છે અન્ય જગ્યાઓ મંજૂર થયેલ મહેકમ પ્રમાણે જરૂરિયાત અને ઉપલબ્ધીને ધ્યાનમાં લઇને ભરવામાં આવે છે.
તેમ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા પૂછેલ પ્રશ્નોના જવાબમાં નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય) દ્વારા વિધાનસભામાં લેખિતમાં જવાબમાં જણાવવામાં આવેલ છે તે મુજબ ધારાસભ્ય વિક્રમભાઈ માડમના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.